પ્રધાનમંત્રી આદિવાસીઓ માટે PM PVTG ડેવલપમેન્ટ મિશન શરૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી લોકોને સશક્ત બનાવવા માટે પીએમ પીવીટીજી ડેવલપમેન્ટ મિશન શરૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી લોકોને સશક્ત બનાવવા માટે એક વિશાળ પગલામાં PM PVTG (ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) વિકાસ મિશન લોન્ચ કરશે. સૂત્રોએ જણાવ્યું કે,મોદી સરકાર જનજાતીય ગૌરવ દિવસના અવસર પર ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે 24 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ કરશે. ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી PVTG વિકાસ મિશનની જાહેરાત કરવામાં આવી હતી.
લગભગ 28 લાખની વસ્તી ધરાવતા 22 હજાર 544 ગામડાઓમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 PVTG છે. આ આદિવાસીઓ છૂટા છવાયા, દૂરસ્થ અને દુર્ગમ વસવાટોમાં રહે છે.મિશન PVTG પરિવારો અને રહેઠાણોને પાયાની સુવિધાઓ જેમ કે,રોડ અને ટેલિકોમ કનેક્ટિવિટી, વીજળી, સલામત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ અને ટકાઉ આજીવિકાની તકોમાં સુધારો કરવાની યોજના ધરાવે છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સિકલ સેલ રોગ નાબૂદી, ટીબી નાબૂદી, 100 ટકા રસીકરણ, PM સુરક્ષા માતૃત્વ યોજના, PM માતૃ વંદના યોજના, PM પોષણ અને PM જન ધન યોજના જેવી યોજનાઓ માટે સંતૃપ્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.
