પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઝારખંડના બે દિવસીય પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ઝારખંડના પ્રવાસે જશે. બુધવારે પ્રધાનમંત્રી રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રાલયની મુલાકાત લેશે. તે પછી પીએમ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂ ગામ પહોંચશે.
ત્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. જેની સાથે તેઓ બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતૂ ગામ જનારા પ્રથમ પ્રધાનમંત્રી બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખૂંટી જનજાતિય ગૌરવ દિવસ 2023ના કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવશે. તેની સાથે પીએમ વિશિષ્ટ રીતે નબળા જનજાતિય સમૂહ મિશનની શરૂઆત પણ કરશે.
