પ્રધાનમંત્રી ઓડિશાના સંબલપુરમાં 68 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સબલપુરમાં 68 હજાર કરોડથી વધુના ખર્ચની અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમ જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઈપલાઈન પરિયોજનાનાં 'ધામરા-અંગુલ પાઈપલાઈન ખંડનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી ઉર્જા ગંગા હેઠળ રૂ. 2,450 કરોડથી વધુના ખર્ચેથી નિર્મિત આ પરિયોજના ઓડિશાને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડશે. પ્રધાનમંત્રી અંદાજે રૂપિયા 28 હજાર 980 કરોડના ખર્ચની અનેક વિદ્યુત પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ IB વેલી વોશરીનું પણ ઉદ્ઘાટન કરશે. આ સિવાય પ્રધાનમંત્રી રૂપિયા 2 હજાર 146 કરોડની રેલ્વે પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીએ IIM સંબલપુરના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ ઉદઘાટન કરશે. આ સિવાય તેઓ ઝારસુગુડા પ્રધાન ડાકઘર વિરાસત રાષ્ટ્રને સમર્પિત કરશે.
