પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 6 વર્ષ પુરા, 55.2 ખાતા ધારકો મહિલાઓ
Live TV
-
ગરીબોને નાણાકીય લાભ પહોચાડવાના આશયથી શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 6 વર્ષ પુરા થયા છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં 2014માં શરૂ કરી હતી. હાલમાં આ યોજના હેઠળ 40 કરોડ 35 લાખ જનધન ખાતા ખુલ્યા છે. આ ખાતામાં 63.63 ટકા ખાતા ગ્રામિણ વિસ્તારમાં ખુલ્યા છે. જ્યારે 55.2 ટકા ખાતા ધારક મહિલાઓ છે. આ યોજના એક ગેમચેન્જર સાબિત થઇ છે.
લોકોના જીવનમાં સાર્થક બદલાવ આવ્યો છે. આ યોજનાથી સરકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીના ખાતામાં જમા થાય છે. આ યોજનાના એક વર્ષ બાદ એટલેકે 2015માં 17 કરોડ બેંક ખાતા ખુલ્યા હતાં અનેક બેંકોના સહયોગથી ધણા ગ્રાહકોએ બેંકમાં પ્રથમવાર પ્રવેશીને પોતાનું ખાતું ઝીરો બેલેન્સથી ખોલાવ્યું હતું. જેમાં મોટાભાગના લોકો ગરીબ હતાં.
આ ખાતા ખુલ્યા બાદ સરકારની મોટી યોજના DBT થી લાભાર્થીઓના ખાતામાં સીધા નાણા જમા થાય છે. કોરોના કાળમાં પણ 30 હજાર કરોડ રૂપિયા જનધન ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને કહ્યું કે આ યોજના થકી ધણા પરિવારો નું ભવિષ્ય સુરક્ષિત થયું છે. મોટા ભાગના લાભાર્થી ગ્રામિણ વિસ્તારના છે. જેમા મોટાભાગની મહિલાઓ છે હું આ બધાને બિરદાવું છું. કે તેઓએ PMJDY ને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે.
