Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 77થી વધુ કેસ, રિક્વરી રેટ 76.3 ટકા પર

Live TV

X
  • ભારત સરકારના પ્રયાસથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સાજા થવાનો દર 76.3 ટકા થયો છે. જ્યારે મૃત્યું દરમાં સતત ધટાડો થઇને 1.83 ટકા થયો છે

    ભારત સરકારના પ્રયાસથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સાજા થવાનો દર 76.3 ટકા થયો છે. જ્યારે મૃત્યું દરમાં સતત ધટાડો થઇને 1.83 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 56 હજાર 13 લોકો સાજા થયા છે. જેની કુલ સંખ્યા 25 લાખ 23 હજાર 771 થઇ છે. કોવિડ મહામારી સામેના જંગમાં ટેસ્ટીંગની ભારતની સ્થીતિ માં સતત સુધારો થયો છે. ICMR અનુસાર 26 ઓગષ્ટ સુધીના ટેસ્ટ સેમ્પલની કુલ સંખ્યા 3 કરોડ 85લાખ 76 હજાર 510 છે. જેમા છેલ્લા 24 કલાકમાં 9 લાખ 24 હજાર 998 ટેસ્ટ કરાયો હતો. કેબિનેટ સચિવે 9 રાજ્યો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને રાજ્યો સાથે કોવિડ-19ની રણનિતિ તેમજ સમિક્ષા કરી હતી. તેઓએ કહ્યું કે કોરોના ઉપર પુરુ ધ્યાન કેન્દ્રીત કરે અને મૃત્યું દરને 1 ટકાથી નીચે લાવવાની કોશીશ કરે. તેમજ 80 ટકામાં નવા કેસના નજીકના લોકોની શોધ કરવામાં આવે અને તેનો 72 કલાકમાં ટેસ્ટ કરવામાં આવે. સમગ્ર દુનિયામાં સંક્રમણના કેસ દરરોજ વધી ગયા છે. વિશ્વના તાજા આંકડા અનુસાર દુનિયામાં 2.46 કરોડથી વધુ લોકો સંક્રમિત છે. તેમજ મૃત્યું આંક 8 લાખ 34 હજારથી વધુ થયો છે. આ ઉપરાંત 1 કરોડ 17લાખ 74 હજાર થી વધુ લોકો સાજા થયા છે. આ મહામારીમાં અમેરીકા અને બ્રાઝીલ ની હાલત ખુબજ ખરાબ છે.

    ➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના 77,266 નવા કેસ
    ➡️24 કલાકમાં 1057 ના મૃત્યુ; કુલ 61,529 ના મોત
    ➡️દેશમાં કોરોનાના કુલ કેસ 33,87,500
    ➡️24 કલાકમાં દેશભરમાં 60,177 દર્દી સાજા થયા
    ➡️કુલ 25,83,948 સ્વસ્થ, કુલ 7,42,023 સક્રિય કેસ
    ➡️24 કલાકમાં દેશમાં કોરોનાના 9,01,338 ટેસ્ટ
    ➡️દેશમાં અત્યાર સુધી કુલ 3,94,77,848 કોરોના ટેસ્ટ
    ➡️મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply