Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમને આપી 3 હજાર 400 કરોડના વિકાસકામોની ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને 3 હજાર 400 કરોડના વિકાસકામોની ભેટ આપી છે. જેમાં એઈમ્સ હોસ્પિટલ અને ત્રણ મેડિકલ કોલેજ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જ્યારે અસમ એડવાન્સ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટનું પણ ભૂમિપૂજન કર્યું હતુ. આ ઉપરાંત ગુવાહાટી એઈમ્સના નવનિર્મિત પરિસરનું નિરીક્ષણ કર્યું. 'આપ કે દ્વાર આયુષ્યમાન' અભિયાનની પણ શરૂઆત કરાવી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. આ દરમિયાનમાં ગૌહાટી હાઇકોર્ટના પ્લેટિનમ જુબલી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગૌહાટી હાઈકોર્ટની પોતાની એક અલગ વિરાસત અને ઓળખ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સંવિધાનના નિર્માણમાં બાબા સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કાયદો એવી ભાષામાં હોવો જોઈએ કે જે લોકોને આસાનીથી સમજમાં આવી શકે.  આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કામરૂપ ખાતે યોજાયેલા સમારંભમાં 14 હજાર 300 કરોડના ખર્ચે તૈયાર થયેલી વિવિધ પરિયોજનાનું ઉદઘાટન અને શિલારોપણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એમ્સ ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને અર્પણ કરી હતી. તેમણે આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઇનોવેશન ઇનસ્ટીટ્યુટની આધારશિલા પણ મુકી હતી. પ્રધાનમંત્રીએ સમારંભમાં પાંચ લાભાર્થીને આયુષ્ય કાર્ડ આપીને 'આપના દ્વારે આયુષ્ય અભિયાન'નો શુભારંભ પણ કરાવ્યો હતો. આસામ પોલીસ દ્વારા વિકસાવાયેલા મોબાઇલ એપ્લિકેશન આસામ કોપનો પણ શુભારંભ કર્યો હતો. સમારંભમાં રાજ્યના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા, મુખ્યમંત્રી હિમંન્તા બિશ્વા સરમા, તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા.  પીએમ મોદી આ ઉપરાંત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બિહુ નૃત્ય ઉત્સવનું અવલોકન પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply