દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 11,109 કેસ
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,109 કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 50 હજારની નજીક પહોચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ગુજરાતમાં કોરોનાના નવા 417 કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 11 હજાર 109 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 20 લોકોના મૃત્યુ થયા છે. તો એક્ટિવ કેસનો આંકડો 50 હજારની નજીક પહોંચ્યો છે. સૌથી વધુ કેરળમાં 3 હજાર 98 કેસ નોંધાયા જ્યારે દિલ્લીમાં કોરોનાના નવા 1527 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના ગઈકાલે નોંધાયા હતા 417 કેસ
ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. ગઈકાલે કોરોનાના નવા 417 કેસ નોંધાયા હતા. જ્યારે 322 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ એકિટવ કેસની વાત કરીએ તો 2087 પર આંક પહોચી ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. જ્યારે મહેસાણામાં 46, વડોદરામાં 55, સુરતમાં 51 કેસ નોંધાયા હતા.
