પહેલી જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા
Live TV
-
17 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે શરૂ થશે રજિસ્ટ્રેશન, આ વર્ષે 62 દિવસ સુધી ચાલશે અમરનાથ યાત્રા
સરકારે અમરનાથ યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પહેલી જૂલાઈથી અમરનાથ શરૂ થશે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે અમરનાથ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી યાત્રીઓ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીત રજિસ્ટ્રેશન કરાવી શકશે.
મહત્વનું છે કે, ગુરૂવારે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે સુરક્ષાની સમીક્ષા કરી હતી.બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
