પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં યોજાયેલા રોજગાર મેળાને વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું સંબોધન
Live TV
-
નવ હજાર યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર મળવા બદલ પાઠવ્યા અભિનંદન. કહ્યું નવ હજાર પરિવારોને ખુશીની ભેટ આપવાની સાથે રોજગાર મેળો યુપીમાં સુરક્ષાની ભાવનાને કરી રહ્યો છે મજબૂત
ઉત્તરપ્રદેશમાં યોજાયેલા રોજગાર મેળાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આયોજિત આજના રોજગાર મેળાનું વિશેષ મહત્વ છે. આ જોબ ફેર માત્ર 9000 પરિવારો માટે જ ખુશી નથી લાવ્યો પરંતુ યુપીમાં સુરક્ષાની ભાવનાને પણ મજબૂત કરી રહ્યો છે. નવી ભરતીઓ સાથે, ઉત્તર પ્રદેશ પોલીસ દળ વધુ સશક્ત અને બહેતર બનશે. ગેરંટી વિના 10 લાખ રૂપિયા સુધીની લોન આપતી મુદ્રા યોજનાએ યુપીના લાખો યુવાનોના સપનાને નવી પાંખો આપી છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટે દરેક જિલ્લામાં રોજગારીની નવી તકો ઊભી કરી છે. આનાથી યુવાનોને તેમના કૌશલ્યોને મોટા બજારમાં લઈ જવાની સુવિધા મળી છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'યુપીમાં લાખો રજિસ્ટર્ડ MSME છે, જે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનો સૌથી મોટો આધાર છે. નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવામાં ઉત્તર પ્રદેશ એક નેતાની ભૂમિકા ભજવી રહ્યું છે.'
