Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  આકાશવાણીના મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશ વિદેશના લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ  98મા એપિસોડમાં લોકો સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણીના મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંવાદ કરતાં અગાઉ કહેલી ભારતની પરંપરાગત રમતના પ્રમોશનની વાતને યાદ કરાવી હતી અને જણાવ્યું હતું કે હવે વિદેશમાં પણ ભારતીય રમકડાંની માંગ વધી રહી છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ડિજિટલ ઈન્ડિયાની શક્તિ અંગે વાત કરી હતી, તેમને જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાની શક્તિને દરેક ઘર સુધી પહોંચાડવામાં અલગ-અલગ એપ્સ મોટી ભૂમિકા ભજવે છે. આ પૈકી પ્રધાનમંત્રીએ ઈ-સંજીવની એપ અંગેનો મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન વિશે પણ વાત કરી હતી તેઓએ હરિયાણા અને ઓડિશા રાજ્યના ઉદાહરણ આપ્યા હતા. હરિયાણામાં યુવાનો દ્વારા સ્વચ્છતાનું ઉદાહરણ આપ્યું તો ઓડિશામાં વેસ્ટ ટુ વેલ્થ અંગેની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply