પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલ્મપિકનાં ખેલાડીઓ સાથે કરી મુલાકાત
Live TV
-
પેરિસ ઓલ્મપિક 2024માં ભાગ લઈ પરત ફરેલા એથ્લેટસ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. મુલાકાત દરમ્યાન નિશાનેબાજા મનુ ભાકરે પિસ્ટલ , પહેલવાન અમન સહરાવતે ટી શર્ટ , હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીતે ટીમ તરફથી હોકી સ્ટિક ભેટ આપી હતી.
પ્રધાનમંત્રીએ ઓલ્મપિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને ઓલ્મપિકના તેમના અનુભવો પણ સાંભળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને IOA ના પ્રમુખ પી.ટી.ઉષા હાજર રહ્યાં હતાં.
નીરજ ચોપડા હજુ સ્વદેશ પરત ફર્યો નથી. નીરજ ચોપડા હજુ જર્મનીમાં છે જ્યાં તેની સર્જરી થવાની છે. રસલર વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે ભારત પરત ફરશે.
