Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ સાથે યોજી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિચાર કરવામાં આવ્યો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-તાહિની સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશોની અર્થવ્યવસ્થાના મહત્વના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેથી આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

    પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ મર્યાદિત ચર્ચામાં આર્થિક સહયોગ, રોકાણ, ઉર્જા ભાગીદારી, અવકાશ સહયોગ, શહેરી માળખાકીય સુવિધા, સાંસ્કૃતિક વિનિમય અને લોકોથી લોકોના સંપર્કો જેવા વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રીએ કતારમાં 8 લાખથી વધુ ભારતીય સમુદાયના કલ્યાણ માટે શેખ અમીરનો આભાર માન્યો અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કતારના અમીરને ભારતની મુલાકાત લેવા માટેનું આમંત્રણ આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply