Skip to main content
Settings Settings for Dark

ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવારથી નવી દિલ્હીમાં યોજાશે

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવારથી નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11 હજાર 500 પ્રતિનિધિઓ ભાગ લેશે. 

    પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, કોન્ફરન્સના પહેલા દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સમાપન સત્રને સંબોધશે.

    રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં બે પ્રસ્તાવો લાવવામાં આવશે અને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બેઠકમાં વ્યાપક સંગઠનાત્મક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે અને વિકસિત ભારતની થીમ પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply