Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 17 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    પ્રધાનમંત્રી રાજસ્થાનમાં રૂ. 5,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી  8-લેન દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવેના ત્રણ વિભાગોનું ઉદ્ઘાટન કરશે. આ વિભાગો પ્રદેશમાં ઝડપી અને સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાયા ગામ ખાતે નેશનલ હાઈવે-48 ના ચિત્તૌરગઢ-ઉદયપુર હાઈવે સેક્શનને દેબારીથી નેશનલ હાઈવે-48ના ઉદયપુર-શામલાજી સેક્શનને જોડતા 6-લેન ગ્રીનફિલ્ડ ઉદયપુર બાયપાસનું પણ ઉદ્ઘાટન કરશે. 

    આ બાયપાસ ઉદયપુર શહેરમાં ટ્રાફિક જામ ઘટાડવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી ઝુંઝુનુ, આબુ રોડ અને ટોંક જિલ્લામાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે અન્ય અનેક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply