Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોંકમાં વિજય સંકલ્પ સભાને કરી સંબોધિત

Live TV

X
  • ટોંકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી તેમને નમન કર્યા અને જણાવ્યું કે અમારી લડાઈ કાશ્મીર માટે છે પરંતુ કાશ્મીરીઓના વિરોધમાં નથી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટોંક વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી.વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં પ્રધાનમંત્રી મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. ટોંકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી તેમને નમન કર્યા હતા.જાહેર જનતાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ આખામાં પુલવામા હુમલાની કડક નિંદા થઈ રહી છે. ત્યારે અમારી સરકારને આતંકને કચડી નાંખતા આવડે છે. સરકારના કેટલાક નિર્ણયોના કારણે હાલ પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.વધુમાં તેમણે કહ્યું હતું કે અમારી લડાઈ કાશ્મીર માટે છે પરંતુ કાશ્મીરીઓના વિરોધમાં નથી.આ સાથે પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply