સોમનાથમાં ત્રિદિવસીય દ્વાદશ જ્યોર્તિલીંગ મહોત્સવનો થયો પ્રારંભ
Live TV
-
આ મહોત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કાફલો સોમનાથ પહોંચ્યો હતો. જ્યાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ અને માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલે પુષ્પગુચ્છ સાથે સ્વાગત અભિવાદન કર્યું હતું
સોમનાથમાં ત્રિદિવસીય દ્વાદશ જ્યોર્તિલીંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કાફલો સોમનાથ પહોંચ્યો હતો. જ્યાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ અને માજી મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલે પુષ્પગુચ્છ સાથે સ્વાગત અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ સી.એમ. રૂપાણીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કરી અને આરતી કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રીએ મહાપૂજા કરી હતી. ત્યારબાદ મહામૃત્યુંજય યજ્ઞમાં મુખ્યમંત્રીએ આહુતિ આપી હતી. મુખ્યમંત્રી સાથે ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરી ભાઇ, પૂર્વ સાંસદ દીનુભાઇ, પૂર્વ મંત્રી જશાભાઇ અને રાજ્યસભા સાંસદ ચુનીભાઇ સહિત મહાનુભાવો જોડાયા હતા.
