પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રતિભાશાળી બાળકો સાથે કરી મુલાકાત
Live TV
-
આ બાળકોએ શિક્ષા અને સામાજીક ક્ષેત્રે સરાહનીય કાર્ય કરવા બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રતિભાશાળી બાળકો સાથે આજે મુલાકાત કરી હતી. આ બાળકોએ શિક્ષા અને સામાજીક ક્ષેત્રે સરાહનીય કાર્ય કર્યું છે. તેમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પુરસ્કાર બાળકોને અલગ ઓળખનો અવસર અપાવે છે. જે બીજા બાળકો માટે પ્રેરણાનું કામ કરે છે. પ્રધાનમંત્રીએ આ બાળકોને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે શ્રેણીમાં આપવામાં આવે છે વ્યક્તિગત શ્રેણી માટે બાળશક્તિ પુરસ્કાર અને બાળકોનાં કલ્યાણ માટે કામ કરતી સંસ્થા અને વ્યક્તિને બાળ કલ્યાણ પુરસ્કાર આપવામાં આવે છે.
