પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "પીએમ સૂરજ" પોર્ટલનું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા "પીએમ સૂરજ" પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોની ધિરાણ સહાય પણ પ્રધાનમંત્રીએ મંજૂર કરી હતી. વંચિત વર્ગોના ક્રેડિટ સપોર્ટ માટે રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક કાર્યક્રમમાં પણ તેઓએ ભાગ લીધો હતો. સફાઈ કામદારોને આયુષ્માન સ્વાસ્થ્ય કાર્ડ, પીપીટી સુરક્ષા કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ અનુસૂચિત જાતિ, સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 470 જિલ્લાના લગભગ 3 લાખ લોકો સીધા જોડાયા હતા. જે તમામને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતા. પીએમ સૂરજ પોર્ટલ એક રાષ્ટ્રીય પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા લાયક લોકોને લોન લેવામાં સગવડ મળશે. આ સાથે, કોઈએ બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને આ પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે.
