Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેનને પણ રવાના કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ ઉપસ્થિત છે. મહાત્મા ગાંધીજીની 9 જાન્યુઆરી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરવાની ઘટનાના સ્મરણમાં વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    આ વખતે કોન્ફરન્સની થીમ “વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન”. છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સમાં રામાયણનો વારસો, ટેકનોલોજી અને 'વિકસિત ભારત'માં NRIsનું યોગદાન, 'માંડવીથી મસ્કત' આધારિત પ્રદર્શનને ઉદ્ધાટિત કર્યા છે. સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.

    કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પાછલા 10 વર્ષોમાં વિશ્વના અનેક લીડર્સ સાથે મારી મુલાકાત થઈ છે. તેમાં ભારતીય ડાયસ્પોરાની હંમેશાં પ્રશંસા થાય છે. ભારતીય ડાયસ્પોરાએ વિશ્વભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તેમની સિદ્ધિઓ દેશને ગર્વ અપાવે છે. ભારતીય સમુદાય વિદેશમાં ભારતના રાષ્ટ્રદૂત સમાન છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply