Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સિવનીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી

Live TV

X
  • ચૂંટણી વાળા પાંચ રાજ્યોમાં પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશમાં તમામ રાજકીયપક્ષોના સ્ટાર પ્રચારક એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સિવનીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ ઉપર પરિવારવાદ, તુષ્ટિકરણ અને આદિવાસી સમાજને અવગણવાનો આરોપ લગાવ્યો. તો આ તરફ છત્તીસગઢના પેંડ્રામાં જનસભાને સંબોધન કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા. જેપી નડ્ડાએ કોંગ્રેસ ઉપર વિકાસ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. બીજી બાજુ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઘોષણાપત્ર જાહેર કર્યો છે. જેમાં ખેડૂતોના દેવામાફી, સરકારી શાળાઓમાં મફત શિક્ષણનો વાયદો કર્યો છે.

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છત્તીસગઢના સુકમામાં ચૂંટણીરેલીને સંબોધિત કરી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ નહોતી ઈચ્છતી કે અયોધ્યામાં રામમંદિર બને. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે બિહારના મુઝફ્ફરપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. અમિત શાહે નીતિશકુમાર પર નિશાન સાધતા કહ્યું કે નીતિશકુમારે વારંવાર જનાદેશનું અપમાન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply