રાષ્ટ્રપતિએ દિલ્હીમાં 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023'ના સમાપન સત્રને સંબોધિત કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિલ્હીમાં ભારત મંડપમમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું.. સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભોજન કોઈપણ સંસ્કૃતિને વિશિષ્ટ ઓળખ આપવાનું કાર્ય કરતું આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ખાદ્ય સંસ્કરણ મંત્રી પશુપતિકુમાર પારસ અને કેન્દ્રીય ખાદ્ય સંસ્કરણ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણ દિવસની મેગા ફૂડ ઇવેન્ટ, "વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023ના બીજા સંસ્કરણનું આજે સમાપન થયું. આ કાર્યક્રમમા દેશ અને દુનિયાભરના ખાદ્ય ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..
