રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ, છત્તીસગઢ - મિઝોરમમાં કાલે મતદાન
Live TV
-
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યમાં 200 વિધાનસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યમાં 200 વિધાનસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની પસંદગીના મામલે મનોમંથન કરી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની દિશામાં કામ કરી રહ્યા છે.
જોધપુર વિધાનસભા વિસ્તારની બેઠક માટે અશોક ગેહલોત આજે તેમની ઉમેદવારી નોંધાવી શકે છે. તેમના સમર્થનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે ઉન્મેદ સ્ટેડિયમમાં એક જનસભાને સંબોધશે. ઉમેદવારી પત્રો ભર્યા બાદ 7 નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને બાદમાં 9 નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચી શકશે. રાજસ્થાનમાં એક તરફ કોંગ્રેસ તરફથી અશોક ગેહલોત લોકોને વચનો આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપ ગેહલોત સરકારના પાંચ વર્ષના શાસન સામે સવાલો ઉઠાવી રહી છે.
છત્તીસગઢમાં આવતીકાલે 7 નવેમ્બરે પ્રથમ તબકકાનુ મતદાન થશે. આ દિવસે રાજ્ય વિધાનસભાની 20 સીટ હેઠળ આવતા વિસ્તારોમાં મતદાન થશે. જેમાં કુંડરીયા, કવરથા, ખેરાગઢ, ડુંગરગઢ, રાજનંદગાંવ, ડુમરગાંવ, બસ્તર, જબદતર અને ચિત્રકુટ વિધાનસભા મતવિસ્તારમાં સવારે 8 વાગ્યાથી સાજના 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે બીજી તરફ મહોલ્લા, માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, પાંતેય, હુન્ડા ગાવ, નારાયણપુર, દંતાવાડા, વિજાપુર અને ક્વોટા વિધાનસભા મતવિસ્તારમાં સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થશે.
બીજી તરફ વાત કરીએ મિઝોરમ વિધાનસભાની તો, અહીં ચૂંટણી માટેની પ્રચાર કામગીરી શાંત થઈ ગઈ છે. હવે નેતાઓ ડોર - ડોર પ્રચાર કરી રહ્યા છે. મિઝોરમમાં પણ 7 નવેમ્બરના રોજ મતદાન યોજાનાર છે.
