પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર છે. તેમણે કહ્યું હતું કે સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે.જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા પ્રધાનમંત્રી મોદીએ વિસ્તારવાદી શક્તિઓથી વિશે વાત કરી હતી.વિસ્તારવાદ 18મી સદીના વિચાર છે.આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને આનાથી આખી દુનિયા હેરાન થઈ રહી છે.2014માં પ્રધાનમંત્રી બન્યા પછી મોદી ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે. અહીં જવાનોને સંબોધતાં પ્રધાનમંત્રી કહ્યું હતું કે તમે બરફની ચાદરથી ઢંકાયેલા પર્વતો અથવા રણમાં ખડપગે રહો છો, મારી દિવાળી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું આપ સૌની વચ્ચે આવું. તમારા ચહેરા પર ખુશી જોઈને જ મારો આનંદ બમણો થઈ જાય છે.
