અયોધ્યાના રામલલ્લા મંદિરને સાડા પાંચ લાખ દીવડાઓથી સજાવવામાં આવ્યું
Live TV
-
દીપોત્સ્વી પરની પૂર્વ સંધ્યાએ અયોધ્યા નગરી સાડા પાંચ લાખ દીવડાઓના પ્રકાશ પૂંજથી ઝગમગી ઉઠી હતી. પહેલી વખત રામલલા મંદિરમાં આટલો મોટો દીપોત્સવ યોજાયો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેનેએ જન્મભૂમિ ખાતે રામલલાની પૂજા અર્ચના કરી અને દીપોત્સવની શરૂઆત થઈ હતી. તો આ તરફ સરયૂના 24 ઘાટોને પણ દીવાથી સજાવાયા હતા આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભગવાનરામનું મંદિર બનવાની રાહ જોવામાં દુનિયા ભરના ભક્તોની પેઢીઓ જતી રહી. ભક્તોનું આ સપનું વડા પ્રધાન મોદીના કારણે ,પૂરું થયું છે. આજે પાંચ સદીનો સંકલ્પ પૂર્ણ થતા જોઈ રહ્યા છીએ.
