રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દિવાળીની શુભકામનાઓ પાઠવી
Live TV
-
સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યુ હતું કે, દિવાળીના પાવન અવસરે હું દરેક દેશવાસીઓને અને વિદેશમાં વસતા દરેક ભારતીયોને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છુ. આવો સંકલ્પ કરીએ જેવી રીતે એક પ્રગટેલો દીવો બીજા અનેક દીવાને પ્રગટાવે છે તેવી જ રીતે આપણે સમાજના નિર્ધન નિઃસહાય અને જરૂરિયાત મંદ લોકોના જીવનમાં આશા અને ખુશીઓનો દિપક બનીએ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દરેક દેશવાસીઓને અને વિદેશમાં વસતા દરેક ભારતીયોને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, પારંપારિક રીતે ઉજવવામાં આવતું દીપાવલીનું પર્વ બુરાઈ ઉપર અચ્છાઈના વિજયનું પ્રતિક છે. પ્રવર્તમાન કોવિડની મહામારી માં કોવિડ સંબંધી સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોનું સખતાઈથી પાલન કરી ને દિપાવલીના તહેવારો મનાવીએ।
