પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ સ્થિત બાપુની સમાધિ પર આજે સર્વ ધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, બલિદાન દરેકને લોકોની સેવા કરવા અને રાષ્ટ્ર માટેના તેમના સપનાઓને પૂર્ણ કરવાની પ્રેરણા આપે છે.
