Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ

Live TV

X
  • આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ સ્થિત બાપુની સમાધિ પર આજે સર્વ ધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ એક્સ પર પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં લખ્યું છે કે, હું પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેઓ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયા છે. તેમનું બલિદાન આપણને લોકોની સેવા કરવા અને આપણા રાષ્ટ્ર માટેના તેમના વિઝનને સાકાર કરવા પ્રેરણા આપે છે. તમને જણાવી દઈએ કે સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલીને મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારત છોડવા પર મજબૂર કર્યા અને લોકોના જીવનમાં પરિવર્તન આવે તેવું કામ કર્યું. મહાત્મા ગાંધીએ દુનિયાભરમાં અહિંસા પરમોધર્મનો સંદેશો આપ્યો. ગાંધીજી સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા હતા. ગાંધીજી ધાર્મિક ગ્રંથોનું પઠન પણ કરતા હતા. જેનો તેમના જીવન પર ઉંડો પ્રભાવ પડ્યો. બાપુ ભજન પણ સાંભળતા હતા. વૈષ્ણવજન તો તેણે રે કહીંએ ભજન બાપુને સૌથી વધારે પસંદ હતું. જે દિવસે મહાત્મા ગાંધીનું નિધન થયું હતું તે દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીયે છીએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply