ગણતંત્ર દિવસના સમાપન નિમિતે 'બીટીંગ ધ રીટ્રીટ' સમારોહ નવી દિલ્હીના વિજય ચોક ખાતે યોજાયો
Live TV
-
75 માં ગણતંત્ર દિવસના સમાપન નિમિતે આજે સાંજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે 'બીટીંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભારતીય સૈન્ય, નૌકાદળ, વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મ્યુઝિકલ બેન્ડે પર્ફોર્મનસ આપ્યું હતું. આ પ્રસંગે વીર ભારત, સંગમ દુર દેશ કા સરતાજ ભારત, ભાગીરથી અને અર્જુન , સારે જહાં સે અચ્છા જેવી મંત્રમુગ્ધ કરતી ધૂનો રજૂ કરાઈ હતી. વિજય ચોક તિરંગા રોસનીથી જળહલી ઉઠયું હતું.રાષ્ટ્રગાન દ્વારા સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય જનતા હાજર રહી હતી.
