Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં સુનાવણી એપ્રિલ મહિના સુધી સ્થગિત કરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં સુનાવણી એપ્રિલ મહિના સુધી સ્થગિત કરી છે. આજે સુપ્રીમ કોર્ટમાં મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં સુનાવણી  કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં હાઇકોર્ટના આદેશ પર સ્ટે લંબાવ્યો છે. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. 

    સુપ્રીમ કોર્ટે આજે થયેલી સુનાવણીમાં તમામ પક્ષોને લેખિત દલીલ દાખલ કરવાનો નિર્દેશ કરેલ છે.અલાહાબાદ હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઈદગાહ મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જો કે સુપ્રીમ કોર્ટે  આગમી તારીખ સુધી હાઈકોર્ટના નિર્ણય ઉપર સ્ટે લગાડવામાં આવેલ છે.

    મથુરાના કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply