15 રજયોની 56 રાજ્ય સભા બેઠક પર ચૂંટણી જાહેર, ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણીની જાહેરાત
Live TV
-
કેન્દ્રીય ચૂંટણી પંચે 15 રાજ્યોની 56 રાજ્યસભાની બેઠક પર ચૂંટણી જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્વ રાજયસભાની 56 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. ગુજરતના ચાર રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે. ભાજપ સાંસદ પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા અને કોંગ્રેસ સાંસદ અમીબેન યાજ્ઞિક,નારાયણ રાઠવાની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ આ અંગે જાહેરનામું 8 ફેબ્રુઆરીએ બહાર પડશે.ઉમેદવારી નોંધાવીની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે . 16 મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 27 મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે પાંચ વાગે પરિણામ જાહેર થશે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે અને રાજ્ય સભાની 4 બેઠકો પરનો કાર્યકાળ આ વર્ષે આ વર્ષે એપ્રિલ મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે , લોકસભાની ચૂંટણી પૂર્વ રાજ્ય સભાની 56 બેઠકો પર થનાર ચૂંટણી વધારે મહત્વપૂર્ણ બની ગયેલ છે.
