પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ત્રણ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મદદથી તૈયાર કરેલી 3 વિકાસ પરિયોજનાનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘટાન કર્યુ હતું.
આ પરિયોજનામાં અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ સંપર્ક, ખુલના-મોંગલા બંદરગાહ રેલ લાઇન તથા મૈત્રી સુપર થર્મલ વીજળી સંયંત્ર એકમ-2નો સમાવેશ થાય છે. જેનાથી ક્ષેત્રીય કનેક્ટિવીટી અને ઉર્જા સુરક્ષા મજબૂત થશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સંબોધન કરતા જણાવ્યું કે ભારત-બાંગ્લાદેશ સીમા ક્ષેત્ર પર 4 નવા ઇમીગ્રેશન ચેક પોસ્ટ ખોલવામાં આવ્યા છે. પરસ્પર સહયોગથી બાંગ્લાદેશની ઉર્જા સુરક્ષાને મજબૂતી મળી છે. સાથે જ જણાવ્યું કે સ્માર્ટ બાંગ્લાદેશ બનાવવા માટે ભારત સહયોગ આપતું રહેશે.
