પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે, રેલવે સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશમાં પોતાની મુલાકાત દરમિયાન ચાર હજારથી વધુના ખર્ચના અનેક રેલવે અને રોડ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે.તેમજ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજીના સ્મારક સ્થળનું ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં મુલાકાત દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચના અનેક રેલવે અને રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને નવા કેટલાક પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી કોટા-બીના રેલવે માર્ગના ડબલિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ એક હજાર 580 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર બે રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. જેમાં મોરીકોરી-વિદિશા-હિનોતિયાને જોડતો ચાર માર્ગીય રોડ પ્રોજેક્ટ અને હિનોતિયાથી મેહલુવા સુધીના રોડનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજીના સ્મારક સ્થળનું ભૂમિપૂજન કરશે. આ સ્મારક લગભગ સાડા અગિયાર એકરમાં એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે.
