પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશમાં ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ રૂ. 4,000 કરોડથી વધુના ખર્ચના અનેક રેલ અને રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કોટા-બીના રેલ માર્ગના ડબલિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. 1,580 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનારા બે રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. જેમાં મોરીકોરી-વિદિશા-હિનોતિયાને જોડતો ફોર-લેન રોડ પ્રોજેક્ટ અને હિનોતિયાથી મેહલુવા સુધીના રોડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસ જીના સ્મારક સ્થળનું ભૂમિપૂજન કરશે. આ સ્મારક લગભગ સાડા અગિયાર એકરમાં સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે.
