Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે

Live TV

X
  • આ અવસરે પ્રધાનમંત્રી લગભગ 35 લાખ લાભાર્થીઓને  સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ આપશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે લગભગ 17 હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.આ અવસરે તેઓ દેશની તમામ ગ્રામસભાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને પણ સંબોધિત કરશે.આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે સંકલિત ઈ-ગ્રામ સ્વરાજ અને GeM પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. સરકારના ઈ-માર્કેટ પ્લેસ સાથે ઈ-ગ્રામ સ્વરાજને એકીકૃત કરવાનો ઉદ્દેશ્ય પંચાયતોને GeM દ્વારા માલસામાન અને સેવાઓની ખરીદી કરવા સક્ષમ બનાવવાનો છે.

    આ અવસરે પ્રધાનમંત્રી લગભગ 35 લાખ લાભાર્થીઓને સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ આપશે. સૌ માટે આવાસના લક્ષ્યને પૂરા કરવાની દિશામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ ચાર લાખથી વધુ લાભાર્થીઓના ગૃહપ્રવેશને કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ લગભગ 2  હજાર 300  કરોડ રૂપિયાના વિવિધ રેલવે પરિયોજનાઓનો  અને જલ જીવન મિશન હેઠળ લગભગ સાત હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિઓજનાઓનો શિલાન્યાસ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply