Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી કેરળની બે દિવસીય મુલાકાતે આજે સાંજે કોચી પહોંચશે

Live TV

X
  • પ્રધાનમંત્રી કેરળને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે. તેઓ આજે કેરળવાસીઓને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. ઉપરાંત તેઓ ખ્રિસ્તી સમુદાયના વરિષ્ઠ પાદરીઓ સાથે પણ બેઠક કરશે અને યુવા કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતીય જનતા પાર્ટી કેરળમાં યુવાનો અને લઘુમતીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તેમના આઉટરીચ અભિયાનને આગળ વધારવા માટે પ્રધાનમંત્રીની આ મુલાકાત ખુબ જ મહત્વની છે.

    પ્રધાનમંત્રી મોદી કોચીથી તિરુવનંતપુરમ જશે. અહીં તેઓ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે અને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી અહીંથી સુરત થઈને લગભગ 1570 કિમીનું અંતર કાપીને સિલવાસાની મુલાકાત લેશે. અહીં તેઓ નમો મેડિકલ કોલેજની મુલાકાત લેશે. ઉપરાંત પ્રધાનમંત્રી ત્યાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેવકા સીપ્રંટના ઉદ્ઘાટન માટે દમણ જશે. અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સુરત આવશે. ત્યાર બાદ તેઓ 940 કિમીની સફર ખેડીને સુરતથી દિલ્હી પરત ફરશે. પ્રધાનમંત્રી  5300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. PM મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply