Skip to main content
Settings Settings for Dark

G-20 દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક આજે બેંગલુરુમાં શરૂ થશે

Live TV

X
  • આ સાથે જી-20 પ્રતિનિધીઓ પણ પોતાના વિચારો રજૂ કરશે

    G-20 દેશોના નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠક આજે બેંગલુરુમાં શરૂ થશે. ભારતના G-20 ની અધ્યક્ષતા હેઠળ, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ડૉ. શક્તિકાંત દાસ દ્વારા બે દિવસીય બેઠકની સહ-અધ્યક્ષતા કરવામાં આવશે. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકમાં G-20 દેશોના નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો ઉપરાંત આમંત્રિતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રધાનો ભાગ લેશે.

    21મી સદીના સામાન્ય પડકારોને પહોંચી વળવા બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત બનાવવી અને ભવિષ્યના સર્વસમાવેશક શહેરોને ધિરાણ આપવું એ બેઠકમાં ચર્ચાના મુખ્ય વિષયો હશે.નાણાકીય સમાવેશ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા લાભો અને વૈશ્વિક અર્થતંત્ર, આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય કરવેરા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં થયેલી ચર્ચાઓ વર્ષ 2023માં G-20 દેશોની નાણાકીય કાર્ય યોજના માટે સ્પષ્ટ માળખું પ્રદાન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply