પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મનકી બાત' કાર્યક્રમ થકી પોતાના વિચારો રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક કાર્યક્રમની 107મી કડી છે. આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ કેન્દ્રો પર પ્રસારિત થશે.
આ ઉપરાંત આ કાર્યક્રમ આકાશવાણી સમાચાર વેબસાઇટ, ન્યુઝ ઓન એર, મોબાઇલ એપ તેમજ નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમનો આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તેમજ પ્રસારણ વિભાગની યુ ટ્યુબ ચેનલ પર પણ સીધુ પ્રસારણ કરવામાં આવશે.
'મન કી બાત' કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે જેમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ સ્ટેશનો પરથી પ્રસારિત થાય છે.30 એપ્રિલ, 2023ના રોજ પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થયા. 'મન કી બાત' કાર્યક્રમનો આ 107મો એપિસોડ છે.
