પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે રાષ્ટ્રવ્યાપી આઉટરીચ ચિહ્નિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ સામાજિક ઉત્થાન ઈવમ રોજગાર આધારીત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે અને દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય મંજૂર કરશે. વધુમાં, પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
