Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ઈન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે

Live TV

X
  • પીએમ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમ દ્વારા આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ઈન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત'માં સહભાગી થશે. તેમજ વીડિયો કોન્ફરન્સિંગમાઆશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશનાં યુવાનોને સંબોધન પણ કરશે. આ યોજનાઓ અંતર્ગત પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી ગુજરાતના ધોલેરાના સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજનમાં સેમીકંડકટર નિર્માણ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. નોંધનીય છે કે, 91,000 કરોડ રૂપિયાના ખર્ચે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અહીં સેમીકંડટકટર સુવિધાનું નિર્માણ કરશે. આ સાથે જ ધોલેરા દેશનું સૌ પ્રથમ વાણિજિયક સેમીકડંકટર ફેબ બનશે. સાથે સાથે  સાણંદ તેમજ આસામના મોરીગામમાં પણ આઉટ સોર્સ સેમીકંડકટર એસેમ્બલી તેમજ ટેસ્ટ સુવિધા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધોલેરાના ભૂમિપૂજન  કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ  તથા સાણંદના કાર્યક્રમમાં  ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. આ એવી યોજનાઓ છે જેનાથી યુવાનોમાં કમ્યુનિકેશન, ટેલિકોમ, ઇલેકટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં  રોજગારીનું સર્જન થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply