પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવામાં વિવિધ કાર્યક્રમ તેમજ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં તેઓ નીલવંડે ડેમનું જલ પૂજન કરી નહેરનું નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે જ્યારે 86 લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને લાભ આપતી ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના’ શરૂ કરશે. તેઓ મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે તેમજ પહેલીવાર ગોવામાં આયોજિત 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર, 2023ના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1 વાગ્યે પ્રધાનમંત્રી અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી શિરડીમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આરોગ્ય, રેલ, માર્ગ અને તેલ -ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે. જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની વધારાની રકમ આપીને લાભ કરશે.
સાંજે, પ્રધાનમંત્રી ગોવા પહોંચશે, જ્યાં તેઓ પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, માર્ગો ખાતે 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ગોવામાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહી છે. આ રમતોત્સવ 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન યોજાશે. દેશભરમાંથી 10 હજારથી વધુ રમતવીરો 28 સ્થળો પર 43 થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે. દેશભરમાંથી 10,000 થી વધુ રમતવીરો 28 સ્થળો પર 43 થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.
