પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં ભવ્ય રોડ શો કરશે,રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર યથાવત
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ખૈરથલમાં જનસભા કરશે. ત્યારબાદ સિકરમાં અને ઝુંઝૂનુની નવલગઢ વિધાનસભા બેઠક પર ભાજપા ઉમેદવાર માટે પ્રચાર કરશે
રાજસ્થાન અને તેલંગાનામાં ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોએ પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અંતામાં મતદાતાઓને રીઝવવા વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ત્યારબાદ PM કોટાના દશેહરા મેદાનમાં રેલી કરશે. આ ઉપરાંત ત્રણ જિલ્લાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ કરૌલી પહોંચી સિદ્ધાર્થ સિટીમાં જનસભા કરશે. સાંજે જયપુરમાં એક ભવ્ય રોડ શો કરશે. તો બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ખૈરથલમાં જનસભા કરશે. ત્યારબાદ સિકરમાં અને ઝુંઝૂનુની નવલગઢ વિધાનસભા બેઠક પર ભાજપા ઉમેદવાર માટે પ્રચાર કરશે. અમિત શાહ સાંજે સવાઈ- માધોપુરમાં ભવ્ય રોડ શો કરશે. તો ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ , જે પી નડ્ડા પણ ધોદ અને ફતેહપુર વિધાનસભા બેઠકો માટે પ્રચાર કરી બીકાનેરમાં ભવ્ય રોડ શો કરશે. બીજી બાજુ તેલાંગાણા વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રચાર અભિયાન પૂરજોશમાં છે.
