Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશા અને આંધ્ર પ્રદેશના પ્રવાસે, વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ આજે પહાડપુર ગામમાં કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરશે. ત્યારબાદ તેઓ બાદામપહાડ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરશે. અને ત્રણ નવી રેલ્વે લાઈનને લીલીઝંડી બતાવશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ઓરિસ્સાના પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ મયુરભંજ અને સંબલપુર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ આજે પહાડપુર ગામમાં કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરશે. ત્યારબાદ તેઓ બાદામપહાડ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરશે. અને ત્રણ નવી રેલ્વે લાઈનને લીલીઝંડી બતાવશે. જેમાં બાદામપહાડ તાતાનગર મેમુ, બાદામપહાડ ગાઉ કિલા સાપ્તાહિક એક્સપ્રેસ અને બાદમપહાડ શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. રાષ્ટ્રપતિ ન્યૂ રાયરંગપુર પોસ્ટ ઓફિસનું  ઉદ્દઘાટન કરશે. સાથે રાયરંગપુર પોસ્ટ ઓફિસના સ્મારક કવર પણ જાહેર કરશે. અને બાદમપહાડ રેલવે સ્ટેશનના પુનર્વિકાસની આધારશિલા પણ મૂકશે. ઉપરાંત રાષ્ટ્રપતિ વીર સુરેન્દ્રસાંઈ પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના 15મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. 

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના બે દિવસીય પ્રવાસે છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાની મુલાકાત દરમિયાન  સાહિત્ય ઉત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. જ્યાં તેમણે ઓડિશાના ​​સંતાલીમાં લેખકોને એવા પુસ્તકો લખવા આહ્વાન કર્યું હતું જે નવી પેઢીના બાળકોમાં સંતાલી ભાષામાં રસ પેદા કરે. બારીપાડામાં અખિલ ભારતીય સંતાલી લેખક સંઘના 36મા વાર્ષિક સંમેલન અને સાહિત્ય ઉત્સવનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે, સંતાલી ભાષી લોકોએ સૌપ્રથમ તેમની ભાષાને પ્રેમ કરવો જોઈએ અને તેને લોકપ્રિય બનાવવા માટે કામ કરવું જોઈએ. તેમણે સંતાલી સમુદાય અને તેના સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાને જાળવી રાખવા માટે ભાષાના લેખકોની મહેનતની પ્રશંસા કરી હતી.

    સંતાલી એ મુંડા ભાષા છે, જે મુખ્યત્વે પૂર્વ-મધ્ય ભારતીય રાજ્યો ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં બોલાય છે. ભારત અને પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળમાં 70 લાખથી વધુ સંતાલી બોલનારા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply