પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની સફળ યાત્રા કરીને સ્વદેશ પરત આવવા થયા રવાના
Live TV
-
ભારત તથા જાપાન વચ્ચે ફૂડ પ્રોસેસિંગમાં સહકાર, મુંબઇ -અમદાવાદ બુલેટ ટ્રેનના બીજા તબક્કા માટે સહકાર તેમજ ઇન્ટનેશનલ સોલાર એલાયન્સ જેવી છ મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની સફળ યાત્રા કરીને સ્વદેશ પરત આવવા માટે રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદીના જાપાના પ્રવાસ દરમિયાન ભારત તથા જાપાન વચ્ચે 13મી શિખર વાર્તા પૂર્ણ થઈ હતી તેમજ ફૂડ પ્રોસેસિંગમાં સહકાર મુંબઇ -અમદાવાદ બુલેટ ટ્રેનના બીજા તબક્કા માટે સહકાર તેમજ ઇન્ટનેશનલ સોલાર એલાયન્સ જેવી છ મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. અને બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. તે અગાઉ આજે ટોક્યો ખાતે પ્રધાનમંત્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે તેમજ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતમાં બંને દેશના રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. તે અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે જાપાનની રાજધાની ટોકિયો ખાતે ભારતીય સમુદાયને એક કાર્યક્રમમાં સંબોધીત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારતને નવાચાર અને ડિઝીટલ અર્થવ્યવસ્થાનો દેશ જણાવ્યો હતો. સમારંભને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પાસે સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે ખુબ સાનુકુળ વાતાવરણ છે. કારણ કે આ ઉદ્યોગ શરૂ કરવા માટેની અનુકુળ વ્યવસ્થા આપવામાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. પ્રધાનમંત્રીએ ભારતીય અંતરિક્ષ મિશનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ચંદ્રયાન અને મંગળયાન મિશન ઓછા ખર્ચે સફળતાપૂર્વત તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ભારત દ્વારા એક માત્ર મિશન થકી વિશ્વમાં સૌથી વધુ 105 ઉપગ્રહો પ્રક્ષેપીત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્તા સતત ડીઝીટલ થઇ રહી છે જેમાં ગત ચાર વર્ષોમાં ડીઝીટલ વ્યવહારોમાં સાત ગણો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે ભારતનું સોફટવેર તથા જાપાનના હાર્ડવેર સાથે મળીને વિશ્વમાં મોટો ચમત્કાર સર્જી શકે તેમ છે.
