Skip to main content
Settings Settings for Dark

ભારત નવાચાર અને ડિઝીટલ અર્થવ્યવસ્થાનો દેશ : PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોકિયો ખાતે ભારતીય સમુદાયને એક કાર્યક્રમમાં સંબોધીત કર્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોકિયો ખાતે ભારતીય સમુદાયને એક કાર્યક્રમમાં સંબોધીત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારતને નવાચાર અને ડિઝીટલ અર્થવ્યવસ્થાનો દેશ જણાવ્યો હતો. સમારંભને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પાસે સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે ખુબ સાનુકુળ વાતાવરણ છે. કારણ કે આ ઉદ્યોગ શરૂ કરવા માટેની અનુકુળ વ્યવસ્થા આપવામાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. પ્રધાનમંત્રીએ ભારતીય અંતરિક્ષ મિશનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ચંદ્રયાન અને મંગળયાન મિશન ઓછા ખર્ચે સફળતાપૂર્વત તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ભારત દ્વારા એક માત્ર મિશન થકી વિશ્વમાં સૌથી વધુ 105 ઉપગ્રહો પ્રક્ષેપીત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્તા સતત ડીઝીટલ થઇ રહી છે જેમાં ગત ચાર વર્ષોમાં ડીઝીટલ વ્યવહારોમાં સાત ગણો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે જનધન યોજના, આધારકાર્ડ અને મોબાઇલ પૌધ્યોગિકી અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરીવર્તન આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે વ્યાપારને સરળ બનાવવા માટે અસરકારક પગલા ભર્યા છે. તેમણે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાલઇ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર પટેલની વિશ્વનિ સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ બુધવારે કરવામાં આવશે. જે સંયુક્ત ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાન પ્રત્યે સાચી શ્રધ્ધાંજલી હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply