પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ટોકિયોમાં મેક ઇન ઇન્ડિયા સેમિનારમાં કર્યુ સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાન યાત્રાના બીજા દિવસે ટોક્યોમાં મેક ઇન ઇન્ડિયા સેમિનારમાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતની જાપાન સાથેની આત્મીયતા સતત વધી રહી છે. ભારત અને જાપાન વચ્ચે સહ અસ્મિતાની ભાવના વિશ્વાસ પર આધારિત છે. સરકારનો પ્રયત્ન છે કે ઇઝ ઓફ ડુઇંગના બિઝનેસ સાથે ઇઝ ઓફ લિવિંગ માટે કામ થાય. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતે રેકોર્ડ છલાંગ લગાવી છે. કેન્દ્ર અને રાજ્ય મળીને તેમાં વધારે સારૂં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દુનિયાના ઇનોવેશન ઇન્ડેક્સ અને કોમ્પિટીટીવ ઇન્ડેક્સ પર ભારત રેન્કિંગમાં અગ્રેસર છે વર્ષ 2014 પછી 200 નવી જાપાનની કંપનીઓ ભારતમાં આવી છે..
