છત્તીસગઢમાં માઓવાદી સાથે થયેલી અથડામણમાં CRPFના ચાર જવાન થયા શહીદ
Live TV
-
બસીર ડિવિઝનના બીજાપુર જિલ્લાના બાસાગુડા તોરમ રોડ પર વિસ્ફોટ કરવામાં આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરીને સી.આર.પી.એફ. જવાનોને નિશાન બનાવ્યા હતા.
છત્તીસગઢમાં માઓવાદી સાથે થયેલી અથડામણમાં શનિવારે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. રસ્તા ખુલ્લા કરવા પેટ્રોલિંગ કરી રહેલી સી.આર.પી.એફ.ની ટૂકડી પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો. બસીર ડિવિઝનના બીજાપુર જિલ્લાના બાસાગુડા તોરમ રોડ પર વિસ્ફોટ કરવામાં આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરીને સી.આર.પી.એફ. જવાનોને નિશાન બનાવ્યા હતા. શહીદ થયેલા સી.આર.પી.એફ. જવાન એક્સો અડસઠમી બટાલિયનના હતા. સુરક્ષા દળોએ હુમલાખોરોને ઝડપવા શોધ અભિયાન આરંભ્યું હતું.
