પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની સફળ યાત્રા બાદ સ્વદેશ પહોંચ્યા, ભારત અને જાપાન વચ્ચે 6 સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની સફળ યાત્રા બાદ સ્વદેશ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની થયેલી શિખર વાર્તા બાદ ભારત અને જાપાન એક હાઇસ્પીડ રેલ પરિયોજના અને નૌ સેના સહયોગ સહિત છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તથા ટુ પ્લસ ટુ વાર્તા બાબતે સહમતી દર્શાવી છે. આ સાથે આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સેવાઓ, ભાગીદારી, ખાદ્ય પ્રસારણ અને નૌ સેના વચ્ચે સહયોગ વધારવાના બાબતે સમજૂતી થઈ જાપાને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સાથે સામેલ થવા પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જાપાને 2.5 મિલિયન ડોલર રોકાણ કરવાની જાહેરાત કરી જેનાથી ભારતમાં લગભગ 30 હજાર લોકોને રોજગારી મળશે.
