પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂણે, સાતારા અને પરલીમાં સંબોધશે સભા
Live TV
-
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂટણી પ્રચારે ગતિ પકડી છે
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂટણી પ્રચારે ગતિ પકડી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પલ્લી, સતારા અને પૂના ચૂંટણી સભાને સંબોધશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે ઉલ્હાસનગરમાં રેલીને સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહનો પણ આજે હરિયાણામાં કેટલીક રેલી યોજવાનો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે મહારાષ્ટ્ર ભાજપના ચૂંટણી પ્રચારની કમાન સંભાળતા પીએમ મોદીએ કાલે રાજ્યના અકોલા પારતૂર અને પનવેલમાં ચૂંટણી સભાને સંબોધી હતી, જનસભામાં પીએમ મોદીએ કોગ્રેસ પર રાષ્ટ્રવાદને પરિવારવાદ સુધી સિમિત કરવાનો આરોપ લગાવ્યો. બંને રાજ્યોમાં ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડચોટીનું જોર લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણાંમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે.
