પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી ઇન્ડો-જાપાન સમિટમાં ભાગ લેવા જશે જાપાનના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી ઇન્ડો-જાપાન સમિટમાં ભાગ લેવા, શનિવારથી બે દિવસ માટે જાપાન જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી 28 અને 29 ઓકટોબરે જાપાનમાં હશે. છેલ્લા સાડાચાર વર્ષમાં જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 12મી મુલાકાત હશે. જાપાન-ભારત સામુહિક ભાગીદારી છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વીક મંચો ઉપરનો વધતો સહયોગ ગાઢ સંબંધને દર્શાવે છે. પ્રધાનમંત્રીની જાપાન યાત્રા યમનથી ઇન્ડસ્ટ્રી બેઇઝથી શરૂ થશે. અહીંયા જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે, અને પોતાના હોલી ડે હોમ ખાતે વ્યક્તિગત ડિનર માટે લઇ જશે, જે આ યાત્રાનું મહત્વનું પાસુ હશે.
