જમ્મૂ-કાશ્મીરઃ અલગ-અલગ અથડામણમાં 8 આતંકીઓ ઠાર
Live TV
-
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાને મોટી સફળતા. સોપોર, બારામૂલા અને અનંતનાગમાં અલગ-અલગ અથડામણમાં આઠ આતંકીઓ ઠાર, સોપોરમાં અથડામણ જારી.
જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે સવારથી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા જ્યારે એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં આતંકીઓની જાહરીની જાણકારી મળતા સુરક્ષાદળોએ આજે સવારે ઉત્તર કાશ્મીર જિલ્લાના દાંગીવાચા વિસ્તારના પાજલપોરા ગામની ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ સિવાય કાલે સુરક્ષાદળોએ અનંતનાગ અને કુપવાડામાં થયેલી અલગ અલગ અથડામણમાં સાત આતંકીઓને ઠાર કર્યા હતા.
